*સ્પેશ્યલ ઓપરેશન ગૃપ-અમરેલી.*

પ્રેસ-નોટ, તા.૨૦/૦૭/૨૦૨૩.

 *સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનાં છેલ્લા પચ્ચીસ વર્ષથી ખૂન તથા ઘાડના ગુનાનાં નાસતા-ફરતા અને કાગળ ઉપર મૃત જાહેર થયેલ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.* 

*ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર* નાઓ દ્વારા રાજ્યમાં નાસતા-ફરતા આરોપીનો સતત વધારો થઇ રહેલ હોય જે અનુસંધાને ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૦/૦૭/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય જેના ભાગ રૂપે *શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર* નાઓએ રેન્‍જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્‍લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્‍લામાં રહેતા આવા નાસતા-ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ. 

અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ. શ્રી એસ.જી.દેસાઇ નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ફ.ગુ.ર.નં.૧૦૬/૧૯૯૯, IPC કલમ-૩૦૨, ૩૯૬, ૪૬૦, ૧૨૦-બી, મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને ગઇ કાલ તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં બારીયાધાર ગામેથી પકડી પાડી, આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. 

*પકડાયેલ આરોપી:-*      

જીવાભાઇ ગગજીભાઇ પરમાર, ઉવ.૬૦, (આશરે) (દે.પુ) રહે. નાસીક મહારાષ્ટ્ર મુળ રહે.બાબરીયાધાર, તા.રાજુલા, જિ.અમરેલી.

*ગુનાની હકિકત :-*      

   *મજકુર પકડાયેલ ઈસની પુછપરછ દરમિયાન આજથી પચ્ચીસેક વર્ષ પહેલા સાવરકુંડલા તાલુકાનાં જીરા ગામે આ ગુનાના ફરિયાદીશ્રી ભરતભાઇ બાબુભાઇ દેસાઇનાં પિતાશ્રીનું ખુન સાથે ઘાડ કરી માર મારી મોત નિપજાવી રૂા.૭૧૨૦૦/- નો મુદ્દામાલ જે-તે વખતે સહ આરોપીઓ સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હતો અને મજકુર આરોપી આ ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવી નાસીક-મહારાષ્ટ્રમાં ભીક્ષાવૃતિ કરી રખડતુ-ભડકતુ જીવન વિતાવતો હતો. અને આ ગુનાના કામે પકડાયેલ આરોપીના ભાઇએ નામ.કોર્ટમાં ખોટુ સોગદંનામુ રજુ કરી મજકુર આરોપીને મૃત જાહેર કરેલ અંગેની ચોંકાવનારી હકિકત મળી આવેલ છે.*

  

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટ એન .બી.ભટ્ટ, તથા એસ.ઓ.જી. ટીમનાં અના.એ.એસ.આઇ. નાજભાઇ પોપટ, રફીકભાઇ રાઠોડ હેડ કોન્સ.,ગોરબભાઇ લાપા, સુરેશભાઇ મેર, જીતેન્દ્રભાઇ મહેતા, તથા પો.કોન્સ.,પ્રવિણસિંહ ચૌહાણ તથા જીજ્ઞેશભાઇ પોપટાણી દ્વારા કરવામાં આવેલ છે

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ અમરેલી