ડીસા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સટેબલે ઓનલાઇન શેમ્પૂ, કન્ડિશનર, સિરમ, હેર સ્પા ખરીદ્યા હતા. જે પરત આપવા જતાં રૂપિયા 1.15 લાખ ગુમાવ્યા હતા. આ અંગે તેણીએ પાલનપુર સાઇબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચેતનાબેન બાબુભાઈ દેસાઈએ ઓનલાઈન એપલીકેશન પરથી શેમ્પૂ, કન્ડિશનર, સિરમ,હેર સ્પા મંગાવ્યું હતું.

જે પાર્સલ રૂપિયા 637 રોકડા આપી લીધુ હતુ. જોકે, પાર્સલમાં સીરમ ન હતુ. તેમજ હેરસ્પા બીજી કંપનીનું હતું. આથી પાર્સલ પાછુ મોકલવા માટે ગુગલ પર નંબર શોધી કોલ કર્યો હતો. જેમાં સામેથી અજાણ્યા શખ્સે પ્લેસ્ટોર પર જઈ RUSTEDESK નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પાસવર્ડ લખ્યો હતો. અને પછી ગુગલપે દ્વારા રૂપિયા 637 પે કરવાનું કહેતા તે રકમલખી મોબાઈલ નંબરના આગળના ચાર આંકડા લખ્યા હતા.