હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોલીસે મહર્ષિ સોસાયટીમાં જાહેરમાં રમતા જુગાર ઉપર દરોડો પાડીને 5 શખ્સોને રૂ. 20 હજારની રોકડ સાથે 5 મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે મહર્ષિ સોસાયટીમાં જુગાર રમતા નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી રહે. કણબીપરા, પંકજભાઇ જગદીશભાઇ જોષી રહે. શ્રીજીદર્શન સોસાયટી, જયેશભાઇ અમરતભાઇ રાઠોડ રહે. મહર્ષિ ટાઉનશીપ, કૌશીકભાઇ પ્રવિણભાઇ ગૌસ્વામી, રહે.સિધ્ધનાથ સોસાયટી અને હિતુભા સામતસિહ ઝાલા રહે. પ્રમુખસ્વામી નગર સોસાયટીવાળાને રોકડા રૂ 20200 સાથે 5 મોબાઈલ કિમત 25000 અને 2 મોટરસાયકલ કિમત 40000 મળી કુલ 85200ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.