હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારના દુષણને ડામવા હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઈશ્વરનગર ગામે પોલીસે રેઈડ કરતા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને કુલ રૂપિયા 24,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઈશ્વરનગર ગામે રેઈડ કરતા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ મગનભાઈ વિડજા, રાજેશભાઈ કેશવજીભાઈ કાલરીયા, નંદલાલભાઈ શામજીભાઈ રૂપાલા, લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા, હરજીવનભાઈ ઉર્ફે હકાકાકા નાનજીભાઈ કૈલા અને ડાયાભાઈ અમરશીભાઈ કાલરીયા રહે તમામ ઈશ્વરનગરવાળાને રોકડ રકમ 24,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.