ડીસા માં ક્રાઇમ અટકાવવા માટે અને ટ્રાફિક ના નિયમોના પાલન માટે પોલીસે ઇકો અને રીક્ષા ચાલકો સાથે ખાસ બેઠક યોજી હતી..

તમામ વાહન ચાલકો અને વાહનો ના ડેટા એકત્ર કરી મુસાફરો ને તકલીફો ન પડે તેમની સાથે છેતર પિંડી જેવી ઘટનાઓ અટકે તે માટે ચર્ચા વિચારણા કરી હતી..

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે ડીસા વિભાગ ના ડીવાય. એસપી. ડો. કુશલ ઓઝા એ ટ્રાફિક ના નિયમોનું પાલન થાય, અકસ્માત જેવી ઘટનાઓ અટકે, ક્રાઈમ અટકે અને મુસાફરો સાથે થતી છેતરપિંડી ન થાય તે માટે ઇકો અને રીક્ષા ચાલકો સાથે ખાસ બેઠકનું આયોજન કર્યું હતું..

ડીસા શહેર ઉત્તર પોલીસ માં યોજાયેલ આ બેઠકમાં ડીસા શહેર ઉત્તર, શહેર દક્ષિણ તેમજ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અને ઇકો તથા રીક્ષા ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

આ બેઠકમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ અટકાવી શકાય, શાળાએ જતાં બાળકોને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય, નાની મોટી ક્રાઈમની ઘટનાઓ ને બનતી અટકાવી શકાય અને ટ્રાફિકના નિયમોના પાલન થકી અકસ્માતો અટકાવી શકાય તે માટે ખાસ ચર્ચા વિચારણા થઈ હતી..