પાટડીના વણોદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં આઇશર ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતા મોત નિપજ્યું હતુ. જેમાં બેફામ આવી રહેલા આઇસર ટ્રકે અન્ય એક ઇકો ગાડીને પણ ટક્કર મારી, અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતુ. દસાડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના વણોદ ગામના જગમાલભાઈ પચાણભાઈ સોલંકીએ દસાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સવારે સાતેક વાગ્યે પોતાના ઘેર હતા, તે સમયે હાઇવે પર દેકારો થતા તેઓ દોડીને પાસે આવતા બેચરાજી હાઇવે પર ગયા હતા. જ્યા જોતા આઇસરે તેઓના પિતાના બાઇક સાથે ભટકાડ્યું હતુ. અને તેઓના પિતા નીચે પડી ગયા હતા. અને તેઓના માથાના ભાગે અને કાનના ભાગે લોહી નિકળતું હતુ. ત્યારે બાદ તેઓની બાજુ રોડ સાઈડમા ઉભેલી એક ઇકો ગાડીને પણ ટક્કર મારી નુકશાન પહોંચાડ્યું હતુ. જે અંગે જાણવા મુજબ બેચરાજી રોડ સાઈડથી પુરઝડપે આવી અને બાઇક સાથે આઇસર ભટકાડ્યું હતુ.જેમાં આઇસર ચાલકનું નામ સોમસિંહ મગનસિંહ જાડેજા ( રહે-દહેગામડા, તા.ભિલોડા જી.સાબરકાંઠા )નો હોવાનું સામે આવ્યું હતુ. જેથી આજુબાજુના રહીશો દ્વારા જગમાલભાઈ સોલંકીના પિતાને ગંભીર ઇજાઓ થયેલી હોવાથી એક ઇકો ગાડીમાં સીતાપૂર ખાતે આવેલી ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યા ફરજ પરના તબીબે પચાણભાઈ સોલંકીને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી મરણ જાહેર કર્યા હતા. જેઓના દ્વારા લાશને પી.એમ. અર્થે શંખલપુર સરકારી હોસ્પિટલમા ખસેડાઇ હતી. જ્યા ફરજ પરના તબીબે પી.એમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી લાશ ને પરિવાર ને સોંપતા પરિવાર દ્વારા અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પચાણભાઈ સોલંકી ના પુત્ર જગમાલભાઈ પચાણભાઈ સોલંકી દ્વારા આઇસરના ચાલક વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા દસાડા પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: America में लगे आरोपों पर Adani समूह का बड़ा बयान, सभी बातों को किया खारिज
Breaking News: America में लगे आरोपों पर Adani समूह का बड़ा बयान, सभी बातों को किया खारिज
નવા રતનપર ગામના પાટિયા પાસેથી દારૂ પીધેલ હાલતમાં બાઈક ચલાવતા બે શખ્સો ઝડપાયા
નવા રતનપર ગામના પાટિયા પાસેથી દારૂ પીધેલ હાલતમાં બાઈક ચલાવતા બે શખ્સો ઝડપાયા
સુરત શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુરત કરાય
સુરત શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુરત કરાય
સુરત મહાનગર વોર્ડ નં...
અમરેલીમાં જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત
સંપન્ન
નેશનલ લોક અદાલતમાં ૪,૨૮૨ કેસ ફેસલ થયા જે પૈકીના ૧,૬૫૬ પ્રિ-લીટીગેશનના કેસો ફેસલ થયા
પ્રિ-લીટેગેશનમાં રુ. ૩૫,૬૦,૦૭૮ અને સ્પેશિયલ સીટીંગ નીચે ક્લેઈમના કેસો તથા બીજા કેસો મળીને...
વખા પરા પ્રાથમિક શાળા મા રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો
વખા પરા પ્રાથમિક શાળા મા રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો