બનાસકાંઠા LCB પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, રાજસ્થાન થી ગુજરાત માં વિદેશી દારૂ ભરીને આવતા કન્ટેનર માંથી 48 લાખ થી વધુની કિંમતની વિદેશી દારૂની 12,600 બોટલો પોલીસે જપ્ત કરી છે, પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન ના બાડમેર ના ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા LCB પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે, એક ટ્રેલર અમીરગઢ ચેક પોસ્ટ તરફ થી પાલનપુર તરફ જઇ રહેલ છે અને આ ટ્રેલર ના કન્ટેનર માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે હકિકત આધારે અમીરગઢ થી પાલનપુર તરફ આવતાં હાઈવે રોડ ઉપર પાલનપુર નજીક નવીન બ્રીજ ની પાસે હેવન ગ્રેનાઈટ ઈન્ડસ્ટ્રીજ ની સામે જાહેર રોડ ઉપર નાકાબંધી કરી શંકાસ્પદ ટ્રેલર આવતા તેને રોકાવી તપાસ કરી હતી..
આ તપાસ દરમિયાન ટ્રેલર માંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો, જે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી..
પોલીસે ટ્રેલર માંથી 48 લાખ 09 હજાર 256 નો દારૂ ઝડપી પાડ્યો હતો, સાથે ટ્રક ચાલક દેવીલાલ મુકનારામ રાજસ્થાન વાળા ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ધી પ્રોહી એક્ટ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે..