બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામાન્ય વ્યક્તિએ પ્રમાણિકતાના દર્શન કરાવે છે જેમાં ડીસા તાલુકાના આસેડા ગામ પાસેથી 12.58 લાખ રૂપિયા ભરેલો થેલો મળી આવેલો થયેલો મૂળ માલિકને પરત કરતા લોકો સોશ્યલ મીડિયામાં ઈમાનદાર યુવકને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

રેવદર ગામના સુરેશભાઈ પ્રજાપતિ આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને એક થેલો મળી આવ્યો હતો. થેલો ખોલી તપાસ કરતા તેમાં રૂપિયાના બંડલ દેખાયા હતા જેથી સુરેશભાઈએ થેલો લઈ આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ આ થેલાના માલિક અંગે કોઈ જાણ ન થતા તેઓ દાંતીવાડા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં શોધખોળ કરતા થેલાના મૂળ માલિક મળી આવ્યા હતા.

જેથી સુરેશભાઈ પ્રજાપતિએ રૂપિયા ભરેલો થયેલો પોલીસ દ્વારા તેના માલીકને સોંપ્યો હતો. 12.58 લાખ રૂપિયા ભરેલો થયેલો મૂળ માલિક પરત મળતા તેમણે યુવકનો અંતઃકરણથી આભાર માન્યો હતો. આ ઘટનાનો ફોટો વાયરલ થતાં જ નેતાઓ સહિત આગેવાનોએ સોશ્યલ મીડિયામાં યુવકની પ્રમાણિકતા મામલે શુભેચ્છાઓ પાઠવી હતી.