વડગામ તાલુકાની સગીરાને બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી નજીકના સગાએ વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે ભોગ બનેલી પીડિત સગીરાએ છાપી પોલીસ મથકે રવિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો મુજબ વડગામ પંથકની સગીરાના ઘરે નજીકનો સગો યુવક અવાર-નવાર જતો હતો.

ત્યારે એક દિવસ ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી સગીરાને બાથમાં લઇ મોબાઈલમાં ફોટા પાડ્યા હતા. યુવક દ્વારા સગીરાને બ્લેકમેઈલ કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાએ છાપી પોલીસ મથકે રાજેશકુમાર સરદારભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈ દુષ્કર્મ આચરનાર યુવકની છાપી પીએસઆઇ એસ.જે.પરમાર દ્વારા અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.