શ્રીહરિ જયંતિ સભાના પાવન પ્રસંગે શ્રી સ્વામિનારાણ મંદિર લોયાધામ દ્વારા તારીખ 29 Apr 2023 ના રોજ 'દુખીયો દેખી ન ખમાય' એ ભગવાન સ્વામિનારાયણ ના સિદ્ધાંતને શિરોધાર્ય કરીને પૂજયપાદ ગુરૂજી ધનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબોને ઠંડી ઠંડી લસ્સી વિતરણનુ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય સંતો એ બાલુડા શ્રીઘનશ્યામમહારાજનો 1300 લીટર લસ્સીનો અભિષેક એવં લસ્સીફૂટ કરીને શ્રીલોયાધામની આજુ બાજુ ગામડા અને બોટાદ આદિક શહેરમાં રહેતા દરિદ્રનારાયણને પ્રસાદ અર્પણ કર્યો. પૂજયપાદ ગુરજીએ આ પ્રસંગે ઓનલાઇન આર્શિવાદ આપતા જણાવ્યુ કે, "ભગવાનના અભિષિક્ત લસ્સી જે ગરીબ બાળકો જમશે તેમનું ભગવાન આલોક અને પરલોકમાં શ્રેય કરશે. શ્રીહરિ જયંતિ સભામાં આવેલા લોયાધામની આજુબાજુ ગામના ભક્તોએ શ્રી ધનશ્યામ મહારાજના અભિષેક અને લસ્સીકૂટના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી હતી. લોયાધામ મંદિર દ્વારા ગરીબોને લસ્સીનું વિતરણ રૂપી આ કાર્ય ખૂબજ પ્રશંશનીય અને પ્રેરણાદાયક છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.