સામુહિક આરોગ્ય કેન્દ્ર દાવડ અને પ્રાંતિજ, દેરોલ અને ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા નવલપુર, અહમદપુરા, પાનોલ, ચીખલા, કરુન્ડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
૪ વર્ષમાં જિલ્લાની ૩૩ આરોગ્ય સંસ્થાઓને ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું
આરોગ્ય વિભાગ ભારત સરકાર દ્વારા સરકારી આરોગ્ય સેવાઓ આપતી જુદી- જુદી સંસ્થાઓને નેશનલ કવોલિટિ એશ્યોરન્સના માપદંડમાં ખરા ઉતરતા સર્ટીફિકેટ આપે છે. જે અંતર્ગત જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર દાવડ અને પ્રાંતિજ LaQshya અંતર્ગત, NQAS અંતર્ગત દેરોલ અને ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવલપુર, અહમદપુરા, પાનોલ, ચીખલા, કરુન્ડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર મેળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છનો ઉમેરો થયો છે.
જિલ્લામાં આરોગ્ય સેવાઓ ખુબ સારી મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારિશ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા તથા જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસરશ્રી ડો.એ.આઇ. મલેક દ્રારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. જેના સુંદર પરીણામ LaQshya અને NQAS માટે રાષ્ટ્રીય કક્ષાએથી ટીમની નિમણુક કરવામા આવે છે. આ અંતર્ગત નક્કી કરેલ સેન્ટરો ખાતે મુલાકાત લઇને ચેકલિસ્ટ મુજબ જરુરી મુદ્દાઓની ચકાસણી થાય છે જેનો મુખ્ય આશય દર્દીઓને ગુણવતાસભર સેવાઓ આપવાનો છે.
આ માટેના નિયત માપદંડોમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરુરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કિશોર- કિશોરીઓને લગતી સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, વિવિધ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આરોગ્ય સારવાર, રોગચાળાને લગતી સેવાઓ, વિવિધ રાષ્ટ્રિય આરોગ્ય કાર્યક્રમોના સઘન સંચાલન, નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન-સારવાર, માનસિક આરોગ્યને લગતી સારવાર- સેવાઓ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને ફાયનાન્સને લગતી વિવિધ સુવિધાઓની સઘન તપાસ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાતો દ્વારા કરવા આવી હતી.
નિરિક્ષકો દ્વારા દર્દીઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. જેમાં સાબરકાઠાં જિલ્લાના LaQshya પ્રોગ્રામ અંતર્ગત ઇડર દાવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ૯૮%, પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ૯૩%. NQAS અંતર્ગત, ખેડાબ્રહ્મા દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૮૯%, ઇડર ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૮૯% માર્કસ મેળવ્યા હતા.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હિંમતનગર નવલપુર ૯૪%, તલોદના અહમદપુરા ૯૨% અને, ઇડર પાનોલ ૯૨% જ્યારે ખેડબ્રહ્માના ચીખલા ૮૭% અને કરુન્ડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ૮૬% માર્કસ સાથે ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિય કક્ષાનુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર મળવાના કારણે સ્થાનિક જન સામાન્યને મળતી આરોગ્ય સેવાઓ, સુવિધાઓમા ઉતરોતર વધારો થશે. છેલ્લા ૪ વર્ષમાં સાબરકાઠાં જિલ્લાના કુલ ૩૩ આરોગ્ય સંસ્થાઓએ આ પ્રમાણપત્ર મેળવ્યું છે જે પૈકી ૪ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો ચિત્રોડા, કડીયાદરા દેરોલ અને ખેડાસણા બીજી વાર આ પ્રમાણપ્રત્ર બીજાવાર મેળવ્યું . જે સાબરકાંઠા જિલ્લા અને રાજ્ય માટે ગૌરવ સમાન છે.