ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતું હતું. ત્યારે યુવાનના ખાતામાં 5000 જમા થયાનો મેસેજ આવતા બાદમાં યુવાનને બેંકમાંથી બોલુ છુ તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવામાં આવી છે. ત્યારે ઓટીપી આવે છે કે ઓટીપી નંબર આપવા વિનંતી છે.યુવાને ઓટોપી આપતા યુવાનના ખાતામાંથી 35,000 રૂપિયા ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓન લાઇન ઠગવા માટે ઠગ ટોળકી અવનવી તરકીબો અજમાવી પોતાની જાળમાં લોકોને ફસાવી લે છે. ત્યારે લોકો સાથે ઓનલાઇન ઠગવાના બનાવ વધવા લાગ્યા છે.ત્યારે ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં રૂ. 5000ની બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવાની છે. ત્યારે યુવાન વિચારે કે મે 5,000ની ડિપોઝિટ કરાવી નથી આવી કયાથી ? ત્યારે એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાંથી બોલું છું. અને તમને બેંક દ્વારા 5000 હજારની ડીપોઝીટ આપવામાં આવી છે. ત્યારે તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે. ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ 35,000 રૂપિયા ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી. બેંકમાં જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે.યુવાન દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બેંક પૂર્વ અઘિકારી નરેશભાઈ ઠકકરે દ્વારા જણાવ્યું કે મોબાઈલ ઉપર કોઈપણ જાતની માહિતી બેંક માંગતી નથી અને કોઇએ ફોન આવે તો કોઈ માહિતી આપવી નહીં. રૂબરૂ સંપર્ક કરવો બેંકમા ઓટીપી કોઈને દેખાડવો કે આપવા નહી કે આઘારકાર્ડ, પાનકાર્ડ કે બેંકની વિગતો ફોન પર આપવી નહી.