સમીની પી.આર પરમાર હાઈસ્કૂલમાં વસંતનો વૈભવ સ્પર્ધાનું આયોજન..ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં કલા ઉત્સવ અને યુવા ઉત્સવ જેવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં શાળાના બાળકોમાં પડેલ સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી વિવિધ કાર્યક્રમ આગામી દિવસોમાં તાલુકા,જિલ્લા અને ઝોન કક્ષાનું આયોજન થવાનું છે.આ સ્પર્ધામાં સમીની પ્રેમચંભાઇ રાં પરમાર હાઇસ્કુલમાંથી યોગ્ય વિદ્યાર્થીની પસંદગી થાય તે માટે વસંતનો વૈભવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ સ્પર્ધામાં વકૃતત્વ,નિબંધ,ચિત્ર,વાદન,ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વકૃતત્વ અને ચિત્ર સ્પર્ધામાં કાઝી મહમદ અયાન,ગાયન સ્પર્ધામાં સંજય ઠાકોર,વાદનસ્પર્ધામાં મેહુલ ચાવડા,નિબંધ સ્પર્ધામાં રાહુલ ઠાકોર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ,સંજયભાઈ ઠાકોર,અશ્વિનભાઈ કડિયા, વિપુલભાઈ પટેલ, મહેબૂબભાઈ સિપાઈ, સાહિલકુમાર વિરતિયા બાલસંગજી ઠાકોર, જાસ્મીનબેન સિપાઈ,ભાર્ગવભાઈ રાણા ઉપસ્થિત રહી નિર્ણાયકની ભૂમિકા ભજવીને સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્ર્મનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા એ કર્યું હતું.