મહેસાણા : કડીમાં સાત માસ અગાઉ કડીમાં રહેતા પટેલ વિજય ભાઈના બુલેટ ને ટકકર મારી મોતને ઘાટ ઉતારી દેનાર કેસમાં હત્યાની સોપારી આપનાર આરોપીના રેગ્યુલર જમીન મહેસાણા કોર્ટ ફગાવ્યા છે. આરોપીએ સાત લાખ રૂપિયા આપી ને હત્યા કરાઈ હોવાનું સમગ્ર કેસમાં સામે આવ્યું હતું.ત્યારબાદ આરોપીને જેલ ભેગો કરી દેવાયો હતો.

કડીમા 24 જાન્યુઆરી 2023ના રોજ મૃતક વિજય પટેલ પોતાનું બુલેટ લઇ પોતાની દુકાનેથી ઘરે જતા હતા.ત્યારે રાત્રીના સમયે મેઘના સ્કૂલ પાસે આવતા દડી સર્કલ તરફથી નાનીકડી જકાતનાકા વચ્ચે એક ડાલા ના ચાલકે ટકકર મારી હતી.જેમાં બુલેટ ચાલકનું મોત નીપજ્યું હતું.જે મામલે પરિવાર જનોને આ કેસમાં હત્યાની આશંકા જતા પોલીસે આ કેસમાં ઉડી તપાસ કરતા સામે આવ્યું હતું કે યોગેશ કનુભાઈ પટેલે મૃતકની હત્યા કરવા ડાલા ચાલક ને સાત લાખ રૂપિયાની સોપારી આપી હતી.જોકે આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધા હતા

આ કેસમાં ગુનાહિત કાવતરું રચી ખૂન કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી કે જેણે બુલેટ ચાલક ની હત્યા કરવા સાત લાખ રૂપિયા સોપારી આપી હતી.તેની ચાર્જશીટ પછીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી હતી.સમગ્ર કેસમાં સરકારી વકીલ ભરત કુમાર જી પટેલે કોર્ટ સમક્ષ દલીલો કરતા કોર્ટ રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી.