હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસે કોઈ ટેક્નોલોજી નથી પરંતુ તેઓ પ્રકૃતિમાં થતા ફેરફારો અને પશુ-પક્ષીઓની ચેષ્ટાના આધારે આગાહી કરે છે. તેઓ પોતાની આગાહી માટે ગ્રહ અને નક્ષત્રોમાં થતા ફેરફારોને પણ ધ્યાનમાં રાખે છે. અંબાલાલ પટેલ બીજ ચકાસણી માટે ગામોમાં ફરતા ત્યારે તેમને ખેડૂતોની પાક નુકસાનની વેદના વિશે જાણીને આગાહી કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે જે રીતે મહિનાઓ પહેલા વાવાઝોડા અંગે આગાહી કરી દીધી હતી હતી ત્યારે તેમણે ગુજરાતમાં વરસાદ પણ સારો રહેવાની આગાહી કરી હતી. હવે તેમણે જુલાઈના અંતમાં વરસાદનું જોર કેવું રહેવાનું છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 47.63 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હવામાન વિભાગે બુધવારે બપોરે કરેલી આગાહી દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સરેરાશ 86% જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં (સૌરાષ્ટ્ર સિવાય) 40% જેટલો સરેરાશ વરસાદ થયો હોવાનું જણાવ્યું છે. આ સાથે 15 જુલાઈ સુધી હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 15 જુલાઈ સુુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે, ત્યાર બાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગંગા યમુના નદીની જળ સપાટી વધશે. 23થી 26 ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગેમાં 4 ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. 23 થી 26 જુલાઈ થંડરસ્ટોર્મ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. વરસાદની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે છે. પેસેફિક મહાસાગરમાં વિશિષ્ટ સ્થિતિની કારણે 23થી 25 જુલાઈમાં પણ હવાનું હળવું દબાણ ઉભુ થશે. આ દબાણ પણ વરસાદ લાવશે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं