બેચરાજી પો.સ્ટે વિસ્તારમાં આવેલ આદિત્ય કોમ્પલેક્ષમાંથી ઝેરોક્ષની દુકાનમાંથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી બે ઇસમોને કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૮૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા...પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી સાહેબ, મહેસાણા નાઓએ મહેસાણા જીલ્લામાં છેતરપીંડી તથા ફ્રોડ ના બનતા બનાવો અટકાવવા અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા અમો જે.પી.રાવ ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. મહેસાણાને સુચના આપેલ. જે સુચના અન્વયે અમોએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓને છેતરપીંડી તથા ફ્રોડ ગુન્હાઓ બનતા હોય તેવી સંભવિત જગ્યાઓ ઉપર વોચ રાખી તે અંગે અસરકારક કામગીરી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તા.૧૪/૦૭/૨૩ના રોજ PSI એચ.એલ.જોષી તથા ASI ડાહયાભાઇ, HC રમેશભાઇ તથા નિલેશભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો બહુચરાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બેચરાજી ફાટક નજીક આવતાં ASI ડાહયાભાઇ તથા HC નિલેશભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે બેચરાજી બસ સ્ટેન્ડ આદિત્ય કોમ્પલેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં રેડ કરતાં બે ઇસમો બેઠેલ હોય અને એક ઇસમ કોમ્પ્યુટર પ્રીન્ટર સ્કેનરનો ઉપયોગ કરી કોમ્પયુટરમાં એડોબ ફોટોશોપ નામના શોફ્ટવેરનો ઉપયોગ કરી ધોરણ-૧૦, ધોરણ- ૧૨,આઇ.ટી.આઇ., ડીપ્લોમા સુધીના અભ્યાસની ડુપ્લીકેટ સર્ટીફીકેટ માર્કશીટ બનાવતા હોય જેથી બન્ને ઇસમોને જે તે સ્થિતિમાં પકડી પાડી તેઓ પાસે માર્કશીટ બનાવવા અંગે કોઇપણ પ્રકારની ઓથોરીટી નહી હોવા છતાં કોમ્પ્યુટરમાં ધો.૧૦,ધો.૧૨, આઇ.ટી.આઇ.,ડીપ્લોમાની માર્કશીટમાં વિધાર્થીના નામની જગ્યાએ બીજુ નામ એડીટીંગ કરી ડુપ્લીકેટ માર્કશીટ બનાવી જે માર્કશીટના રૂ.૧૫૦૦/- લેખે આજદીન સુધી કુલ ૫૦ અલગ અલગ માર્કશીટો બનાવી વિધાથીઓને આપી આર્થિક ફાયદો મેળવેલ છે. તે પૈકીના કેટલાક આઇ.ટી.આઇ.માર્કશીટ વાળા વિધાથીઓ હાલમાં મારૂતી તથા હોન્ડા કંપનીમાં નોકરી કરતા હોવાનુ જણાયેલ છે. જે ઝેરોક્ષની દુકાનમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓના નામની માર્કશીટ મળી આવેલ હોય જે બન્ને ઇસમોએ ભેગા મળી એકબીજાના મેળાપીપણાથી ધો.૧૦, ૧૨,આઇ.ટી.આઇ. ડીપ્લોમાની માર્કશીટોના ફર્મા પોતાના કોમ્પ્યુટરમાં રાખી તે માર્કશીટના ફર્માઓમાં વિધાર્થીઓના નામો એડીટીંગ કરી ડુપ્લીકેટ માર્કશીટો બનાવી વિધાર્થીઓને આપી આર્થિક ફાયદો મેળવી તેમજ ડુપ્લીકેટ માર્કશીટોનો ઉપયોગ કરી કેટલાક ઇસમો મારૂતિ સુઝુકી પ્લાન્ટ હાંસલપુર તથા હોન્ડા કંપનીનો પ્લાન્ટ વિઠલાપુર નામની પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો આચરેલ હોઇ જે ડોક્યુમેન્ટ તથા કોમ્પ્યુટર તથા કલર પ્રીન્ટર તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.૮૬,૪૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ બેચરાજી પો.સ્ટે. ગુન્હો રજી કરાવેલ છે.પકડાયેલ આરોપીઓ(૧) કુલદીપકુમાર હરગોવનભાઇ રામજીભાઇ સોલંકી (પરમાર) ઉવ.૨૩ રહે.મુળ વતન-ચવેલી તા.ચાણસ્મા જી.પાટણ હાલ રહે.શંખલપુર રામપીરના મંદિર પાસે તા.બહુચરાજી જી.મહેસાણા..(ર) વિજયસિંહ લક્ષ્મણજી ગાંડાજી ઝાલા ઉવ.૨૭ રહે.મુળ વતન- ચડાસણા તા.બહુચરાજી હાલ રહે.૫૩-બી/મધુવન બંગ્લોઝ શંખલપુર રોડ બહુચરાજી તા.બહુચરાજી..,,,,ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરેલ..(૧) લાવાણી ધ્રુવલ અબીબભાઇના નામની ધોરણ-૧૦ ની માર્કશીટ..(ર) સોલંકી કનુભા નટવરસંગ નામની ધો.૧૦ ની માર્કશીટ નંગ.ર..(૩) સોલંકી જીગરકુમાર રાજેશભાઇના નામની ધો.૧૦ ની માર્કશીટ..(૪) ઠાકોર અલ્પેશજી ભરતજીના નામની ધો.૧૦ ની માર્કશીટ...(૫) સિપાઇ આશીફહુસેન અખ્તરહુસેનની ધો.૧૨ ની માર્કશીટ..(૬) મારૂ અતુલકુમાર મનસુખભાઇના નામની ડીપ્લોમા એન્જીનીયરીંગની સેમ.૧થી સેમ.૬ ની માર્કશીટ નંગ.૬..(૭) મારૂ અતુલકુમાર મનસુખભાઇના નામનુ ગુજરાત ટેકનો લોજીકલ યુનિવર્સીટી પ્રોવીઝનલ સર્ટી..(૮) રબારી આનંદભાઇ ચંદુભાઇના નામનુ પાટણ રાજપુર આઇ.ટી.આઇ ફીડર ટ્રેડની માર્કશીટ...(૯) સર્વોદય હાઇસ્કુલ બેચરાજી લખેલ લીવીંગ સર્ટીફીકેટ (જેમાં વિધાથીનુ નામ સરનામુ લખેલ નથી.)..(૧૦) માર્કશીટની પ્રિન્ટ કાઢવા સારૂ ઉપયોગમાં લેવાતા કેન્ટ કંપનીના હાઇ ગ્લોસી ફોટો પેપર નંગ.૧૫.(૧૧) કાતર નંગ.ર કિ.રૂ.૩૦૦/-(૧૨) સેમસંગ કંપનીનુ કોમ્પ્યુટર સી.પી.યુ તથા કીબોર્ડ તથા માઉસ સાથે કિ.રૂ.૫૦,૦૦૦/-(૧૩) કલર પ્રીન્ટર એપ્શન એલ.૩૨ મોડલ નુ કિ.રૂ.૧૫,૦૦૦/-(૧૪) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૦,૦૦૦/-મળી કુલ રૂ. કિ.રૂ.૮૬,૪૦૦/- નો મુદ્દામાલ આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા દ્વારા ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા ઇસમોને પકડી પાડી ઉમદા કામગીરી કરેલ છે.