સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સાબર સ્ટેડીયમ ભોલેશ્વર ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. નારી વંદન ઉત્સવ ઉજવણી નિમિત્તે ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન મહિલાલક્ષી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે સુરક્ષા, સલામતી, રોજગારી, વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જેના ભાગરૂપે સાબર સ્ટેડીયમ ભોલેશ્વર ખાતે મહિલાઓ માટે યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબિરમાં ૧૦૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.