મહુવા તાલુકાના ભગવાનપુરા ગામેથી પસાર થતી ઓલણ નદીના જળ સ્તરમાં વધારો નોંધાતા ભગવાન પુરા સાંબા વચ્ચેનો લો લેવલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે ઉપરવાસમાં તેમજ તાલુકામાં પડી રહેલા સતત વરસાદના પગલે ઓલણ નદીના પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે તો લો લેવલ ક્રોઝવે પણ પાણીમાં ગરકાવ થતા બે ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી જવા પામ્યો છે ત્યારે રાહદારીઓએ 10 થી15 કિલોમીટરનો ચકરાવો ખાવો પડશે ત્યારે હાલતો ઓલણ નદીના જળ સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.