હળવદ તાલુકામાં વિવિધ ગામોમાંથી માઈનોર કેનાલો પસાર થાય છે. જેમાંથી મોટાભાગની માઈનોર કેનાલોમાં બાવળો તેમજ ઝાંખરાઓનો જમાવડો જોવા મળે છે. તો સાથે અમુક ગામોમાં દસ દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું સુદ્ધા માઈનોર કેનાલમાં પહોંચ્યું જ નથી. જેથી કરીને ખેડૂતો અકળાયા છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કેનાલમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડ્યું હતું. અને જણાવ્યું હતું કે, વેગડવાવ માંથી પસાર થતા માઈનોર ડી-17ની પેટા કેનાલ 3 નંબરમાં દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું આવ્યું નથી. અને આ કેનાલથી 10 હજારથી વધારે વિઘામાં ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. જેમાં શક્તિનગર, ઘણાંદ, મંગળપર, બુટવડા, વેગડવાવ, ઈસનપુર સહિતના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, કેનાલ બની ત્યારથી પાણી તો આવ્યું નથી. પરંતુ અમારી જમીન કેનાલોમાં રોકાયેલી છે. જેથી કરીને કાંતો ખેડૂતોને પાણી આપો અથવા કેનાલ જમીન પરથી લઈ જવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેનાલોની નબળી કામગીરી હોવાથી પાણી આવે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. અને હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ. સી.આર. દેસાઈ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતી ની બેઠક યોજવા માં આવી હતી ફતેપુરા...
ખેડા જિલ્લામાં સરેરાસ 62.65%મતદાન 119 ઠાસરા તાલુકા માં 62.26% મતદાન.
ખેડા જિલ્લા માં સરેરાસ 62.65% મતદાન નોંધાયું 2022 સામાન્ય વિધાનસભા ચૂંટણી માં ખેડા જિલ્લા ની...
લગભગ 100 વર્ષ થી ચાલતી સંસ્થા માં આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ. તાલુકા ના શિક્ષક આલમ માં ચાલતી ચર્ચા.
ઠાસરા ટીચર્સ મંડળીમાં જેમની સામે ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા તેઓ પાસે જ મંડળીનો કારોબાર
ઠાસરા ટીચર્સ...
16 રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર | SatyaNirbhay News Channel
16 રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર | SatyaNirbhay News Channel
नहर में नहाने के दौरान बहे एनआईटी के दो छात्र, रातभर चला सर्च अभियान, 12 घंटे बाद मिला शव
गांव किरमिच के पास नरवाना ब्रांच नहर में बहे राष्ट्रीय प्रौद्योगिकी संस्थान के दोनों छात्रों के...