પાવીજેતપુર પંથકમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે દશામાની સ્થાપના કરી દશામાં પર્વની ઉજવણી માટ ભક્તોમાં થનગનાટ
પાવીજેતપુર પંથકમાં દશામાં પર્વની મહત્વતા વધતા ગામડે ગામડે, ઘરે ઘરે દશામાની સ્થાપના કરી, દશામાના વ્રત રાખી પૂંજા અર્ચના કરવા ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ જોવાઈ રહ્યો છે તેમજ બજારમાં મોટી સંખ્યામાં દશામાંની મૂર્તિઓ આવી ગઈ છે.
સામાન્ય રીતે પહેલાના સમયમાં દશામાંની સ્થાપના ખૂબ જ ઓછા ઘરોમાં કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી દશામાની મહત્વતા વધતા ગામડે ગામડે ઘેર દીઠ દશામાની સ્થાપના કરવામાં આવી રહી છે. ૧૭ જુલાઈ થી દશામાનો પર્વ ચાલુ થઈ રહ્યો છે ત્યારે પાવીજેતપુર ની બજારમાં મોટી સંખ્યામાં દશામાની મૂર્તિઓ વેચાવવા માટે આવી ગઈ છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ દશામાંની મૂર્તિઓને પોતાના ગામડે ને ઘરે લઈ જઈ સ્થાપના કરવામાં આવનાર છે. આ પર્વની ઉજવણી કરવા માટે લોકો એકબીજાને ત્યાં ભજન, પૂજા અર્ચના કરવા જાય છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ દશામાં પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાવીજેતપુર નગરમાં પણ મોટી સંખ્યામાં દશામાની મૂર્તિઓ આવી ગઈ છે તેમજ ગામડામાં લોકો હોશભેર મૂર્તિઓ લઈ જઈ રહ્યા છે.