પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ યુવા પ્રમુખનું 39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.પાટડી નગરના ભાજપના ઉપપ્રમુખ અને પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ઠાકોરને ખુબ નાનીવયે હાર્ટ એટેક આવતા દુ:ખદ અવસાન થયાના સમાચાર મળતા સમગ્ર પાટડી નગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. બુધવારે રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડીરાત્રે ઘેર પહોંચતા હાથમાં દુ:ખાવો થતાં જાતે મોટરસાયકલ લઇ પાટડી સરકારી હોસ્પિટલે દવા લેવા ગયા હતા. અને પાટડી સરકારી હોસ્પિટલના બાકડે જ જોરદાર હ્રદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાંજ ઢળી પડ્યાં હતા. સ્વભાવે સોમ્ય, સદા હસમુખા અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા રાજુભાઇ ઠાકોરે નાની ઉંમરમાં જ ખુબ નામના મેળવી હતી.ત્યારે રાજુભાઇ ઠાકોરની અણધારી વિદાયથી એમના પરિવાર અને નગરજનોમાં ખુબ મોટી ખોટ પડી છે. એમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અશ્રુભિની વિદાય આપી હતી. પાટડી નગર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઇ ઠાકોરના પરિવાર ઉપર અણધારી આફત આવી પડતા દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના રાજકીય આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો અને એમના મિત્રોએ ભારે હૈયે સાંત્વના પાઠવી હતી. થોડા દિવસો અગાઉ પાટડી શહેર ભાજપ યુવા પ્રમુખ નરેન્દ્ર ગઢવીનું પણ હ્રદયરોગના હુમલાથી નાનીવયે આકસ્મિક અવસાન થયું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Second Hand Car Tips: सेकंड हैंड कार खरीदते समय ठगी से रहें सर्तक, रखें इन बातों का ख्याल
आज इस खबर के माध्यम हम ये बताने जा रहे हैं कि सेकेंड हैंड कार को खरीदने से पहले किन बातों का खास...
મહુવા ના કયા ગામે મચાવ્યુ ખુટીયા એ દગલ
મહુવા ના કયા ગામે મચાવ્યુ ખુટીયા એ દગલ
মৰাণত ৰন্ধন গেছভৰ্টি LPG ট্ৰাক জব্দ মৰাণ আৰক্ষীৰ
মৰাণত ৰন্ধন গেছভৰ্টি LPG ট্ৰাক জব্দ মৰাণ আৰক্ষীৰ
द नाहर संस्था एवं अडानी विलमार ने पौधे लगाओ, बूंदी सजाओ अभियान के तहत किया सघन पौधा रोपण
बूंदी। बूंदी के 783 वे स्थापना दिवस के मौके पर 24 जून को द नाहर संस्था एवं अडानी विलमार लिमिटेड...
ધારી:-વરસાદે વિરામ લીધો /પરંતુ વરસાદી ઝાપટાઓ અને વાદળછાયું વાતાવરણ મેળાનો આનંદ બગાડશે
ધારી:-વરસાદે વિરામ લીધો /પરંતુ વરસાદી ઝાપટાઓ અને વાદળછાયું વાતાવરણ મેળાનો આનંદ બગાડશે