ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં થોડા દિવસો પહેલા લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ બાબતે જુનાડીસા ગામ ખાતે બની બેઠેલા મુન્નાભાઈ એમ.બી.બી.એસ ડીગ્રી વગરના બોગસ ડોકટરો મરજી મુજબ ગામડાં ની ભોળી પ્રજા ને લૂંટવાનું કામ કરે છે તેવું જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ જુનાડીસા ગામ ના પત્રકાર દ્વાર હકીકત લાવતા હોમિયોપેથીક અને આયુર્વેદ ડિગ્રીઓ પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને તાત્કાલિક ધોરણે જુનાડીસા મેડિકલ ઑફિસર દ્વારા બાર જેટલા દવાખાના ને નોટીસ અપાઈ અને ડિગ્રીના આધાર પુરાવા દિન-૫ માં કચેરીમાં મોકલી આપવા જાણ કરવા આવી તથા ડિગ્રીના આધાર પુરાવા રજૂ નહીં કરો તો જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મેડીકલ ઓફીસર દ્વારા લેખિત માં નોટિસ આપી જાણ કરવામા આવી.