ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે આવેલ સી.પી.પટેલ હાઇસ્કુલ તથા તન્મય પ્રાયમરી સ્કૂલમાં સરકારની ચુંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તેવા આશયથી શાળા પંચાયત ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના 5 થી 12 ધોરણના કુલ 30 વિદ્યાર્થીઓએ વર્ગ મોનીટર માટેની ઉમેદવારી નોંધાવી હતી.જેમને શાળાના કુલ 600 બાળકોએ પોતાનો મત તેમના પસંદગીના ઉમેદવારને આપી 100% મતદાન કર્યું હતું.આ ચૂંટણીમાં EVM મશીન દ્વારા કઈ રીતે મતદાન કરવું તે સમજ માટે મોબાઈલમાં મતદાન કરવામાં આવ્યું હતું આ ચૂંટણી પ્રક્રિયામાં ગળતેશ્વર મામલતદાર સોહિણીબેન પટેલ તથા સ્કૂલના ટ્રસ્ટી ડી.સી.પટેલએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો સાથે જ શાળાના આચાર્ય જે.એ.મહિડા તથા શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર