મહેસાણા : વડનગર તાલુકાના વલાસણા ગામે ઉછીના આપેલા 500 રૂપિયા પાછા લેવા મામલે માથાકૂટ થઈ હતી. જેમાં પૈસા આપનાર વાઘરી મયુરે રાહુલ વાઘરી અને તેના પિતા પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે હોબાળો થતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે વડનગર પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.
વડનગર તાલુકાના વલાસણા ગામે રહેતા લક્ષમણ ભાઈ વાઘરીએ ત્રણ દિવસ અગાઉ તેના ભાઈ મયુર પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા. જે પૈસા મયુર વાઘરી ફરિયાદીના પિતા પાસે માંગવા આવતા ઉશ્કેરાઈ ગયા બાદ ગાળાગાળી કરી હતી. જ્યાં ફરિયાદીના પિતાએ ગાળો બોલવની ના પાડતા મયુર પોતાના ઘરેથી ધારીયું લઇ આવી ફરિયાદીના પિતા પર મારવા જતા ફરિયાદી વચ્ચે પડ્યો હતો, જેથી તેઓને આંખમાં વાગ્યું હતું.
સમગ્ર મામલે વધુ હોબાળો થતા મયુર વાઘરીનું ઉપરાણું લઇને વિનુભાઈ વાઘરી, દીપિલ ભાઈ વાઘરી ત્યાં આવી જતા ફરિયાદીના ભાઈ નરેશ અને તેના પિતાને માર માર્યો હતો. જે ઘટનાને પગલે લોકો એકઠાં થઈ જતા હુમલો કરનાર ત્રણ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઈજા પામેલા ફરિયાદી રાહુલને ધારીયું વાગતા લોહી નીકળતું હતું. જેણે 108 મારફતે વડનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડનગર પોલીસમાં ત્રણ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.