બાલાસિનોર: બાલાસિનોર તાલુકાના રાજપુર ગામની ગુમ યુવતીને પોલીસે શોધી કાઢી હતી. યુવતીને ગામનો જ યુવાન ભગાડી ગયો હતો. પોલીસે બંને જણાને ઝડપી ડાકોર પોલીસ સ્ટેશને સોંપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
*રાજપુર ગામમાં તંગદિલીના માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો*
રાજપુર ગામની યુવતીના લગ્ન | ઠાસરા તાલુકાના કાલસર ગામે થયા હતા. યુવતી ગુમ થઈ જતા
પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. રાજપુર ગામનો જ યુવાના યુવતીને ભગાડી ગયો હતો. ગામનો લઘુમતી સમાજનો યુવાન યુવતીને ભગાડી ગયાની બાબતને લઈને ગામમાં તંગદિલી વ્યાપી જવા પામી હતી.ગ્રામજનોએ આવેદનપત્ર આપતા પોલીસે ગામમાં બંદોબસ્ત પણ ગોઠવી દીધી છે. હાલ યુવક- યુવતીને પોલીસે શોધી કાઢ્યા છે. અને કાર્યવાહી હાથ ધરી છે