પંચાયત ઘર, બ્લોક રોડ ના ખાતમુરત સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, મનીષ સંઘાણી,ગોપાલ અંટાળા સહીત રાજકીય મહાનુભાવોનુ સામૈયુ કરી કરાયું સ્વાગત
અમરેલી જિલ્લા ના છેવડાના તાલુકા મથક એવા વડિયા ના મેઘાપીપળીયા ગામે ગ્રામ પંચાયત સરકાર ની ગ્રાન્ટ માંથી વિવિધ વિકાસ કાર્યો ના ખાતમુરત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમા સમગ્ર ગામલોકો દ્વારા રાજકીય સમાજિક મહાનુભાવો નુ ગામની દીકરીઓએ કળશ લઈ સામૈયુ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ મેઘાપીપળીયા ગામનુ પંચાયત ઘર, સ્મશાન સુધી નો બ્લોક રોડ નુ ખાતમુરત અમરેલી સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, મનીષ સંઘાણી અને સરપંચ દ્વારા કરવામાં આવ્યુ હતુ. સાથે વરસાદી ઋતુ હોવાથી ગામને હરિયાળુ બનાવવા સાથે પર્યાવરણ જાગૃતિ નો સંદેશ આપી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે સાંસદ દ્વારા જણાવાયું હતુ કે વર્તમાન ભાજપ સરકાર ગામડાના છેવડાના માણસ સુધી વિકાસ ના ફળ પહોંચાડી લોકોને પાયાની સુવિધાઓ આપી છે. આ કાર્યક્રમ મા અમરેલી સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રદેશ યુવા ભાજપ ના મનીષ સંઘાણી,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, કિસાન મોર્ચા ના અશોક કીકાણી, મહિલા મોર્ચા ના રમાબેન હિરપરા,અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ત્રાપસિયા સહીત તાલુકા - જિલ્લા પંચાયત ના સદસ્યોં,સરપંચ સહીત ગ્રામપંચાયત ના સદસ્યોં અને ગ્રામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.નવ નિયુક્ત સરપંચ જગુભાઈ ગુજરીયા દ્વારા શરુ કરાયેલા નવા વિકાસ કર્યોનું ખાતમુરત થતા ગામલોકો મા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી