ગાંધીનગર પોલીસે મંગળવારે ભૂતપૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાની કથિત ગુનાહિત અનિયમિતતાઓ, ભ્રષ્ટાચાર અને રાજ્ય સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી. આ મામલો તે સમયનો છે જ્યારે લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા.