રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. ત્યારે મોરબી સહિત હળવદ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અને ભારે વરસાદના કારણે નદી-નાળાઓ બે કાંઠે વહેતા થયા છે. ત્યારે નદી-નાળાઓ બે કાંઠે વહેતા થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રાંગધ્રાથી સરાને જોડતા રોડ પર ચિત્રોડી પાસે બેઠા પૂલ પર પાણીનો પ્રવાહ વધતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે નદીમાં પાણીનો પ્રવાહ વધવા છતાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. આસપાસ વિસ્તારમાં ખેતમજૂરી કરતા લોકો પણ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે. તો સાથે વાહન ચાલકો પણ વહેતા પ્રવાહમાં વાહનો ચલાવી રહ્યાં છે.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |