હળવદ તાલુકામાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદની સાથે વીજળી પણ પડવાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં હળવદ તાલુકાના શિવપુર ગામે વીજળી પડતા માતાજીના મંદિરમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. તો સાથે દીઘડિયા ગામે વીજળી પડતા મકાનને નુકસાન પહોંચ્યું હતુ. જ્યારે સાપકડા ગામે વીજળી પડતા આશરે એક વિઘાના કપાસના પાકને નુકસાન થયું હોવાની જાણકારી મળી છે. જેથી કરીને સતત વરસી રહેલા વરસાદના પગલે વીજળી અને વરસાદ બન્ને સાથે ત્રાટકતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.