અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી શિબીર યોજાય.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના ખડાધાર ગામે માહિતી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાં ટ્રસ્ટી મંડળ દ્વારા એક નવી પહેલ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.તેમજ કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી શ્રી કિશોરભાઈ ખસિયા દ્વારા આપવામાં આવી હતી.તેમજ આ શિબિરના આયોજક ગુણવંતભાઈ જાદવ તેમજ ટ્રસ્ટી મંડળ ના પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ તેમજ અન્ય ટ્રસ્ટી શ્રી ડાયાભાઇ સાંખટ ,હરેશભાઈ વાઘેલા,સંજયભાઈ સરવૈયા, રામશીભાઈ મકવાણા,ધીરુભાઈ વાળા અને વિવિધ ગામોના આગેવાનો તેમજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી તેમજ વિવિધ સમાજના આગેવાનો,વડીલો,યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતમાં આભારવિધિ ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ જાદવ દ્વારા કરવામાં આવી હતી.