પાલી જિલ્લાના ગુડા એન્દલા વિસ્તારની 12 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને ગુજરાતના ઈકબાલગઢમાં લઈ જઈ પાંચ મહિનાનો ગર્ભ પડાવી દઈ ગુનો આચરી દેવાના મામલામાં 28 જૂન 2021ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ પોકસો એક્ટ હેઠળ રાજસ્થાનની કોર્ટમાં સ્પેશિયલ જજ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપી આરોપી દુષ્કર્મીને 20 વર્ષની સજા જ્યારે ગર્ભપાત કરનાર પાલનપુર ના ખીમાણા ગામના વતની ઈકબાલગઢમાં ક્લિનિક ચલાવતા ડો.ચિરાગ વી પરમારને પાંચ વર્ષની સજા ફટકારી હતી. અત્યંત શરમજનક ઘટનાને અંજામ આપનાર અમીરગઢના ઇકબાલગઢ ગામમાં ક્લિનિક ચલાવતા ડો ચિરાગ વી. પરમારે 60 હજાર રૂપિયા લઇ બાર વર્ષની માસૂમ બાળાનું ગર્ભપાત કર્યું હતું. જેની જાણ પોલીસને કરી નહોતી.

પાલી જિલ્લાના જૈતપુર ગામનો ડુંગારામ પ્રજાપતિ ખાનગી કંપનીનો માલ સામાન વેચવાની સાથે ગેસ સગડી રીપેરીંગ અને સિલિન્ડરની સપ્લાય કરવાનું કામ કરતો હતો તેની સાથે કામ કરતી સ્ત્રી મિત્ર રુચિતાના સંપર્કમાં તે હતો અને ભોગ બનનાર પીડીતા પણ ત્યાં જતી હતી જ્યાં આરોપીની નિયત બગડતા તેને ઘરે બોલાવી પર દુષ્કર્મ આચર્યું હતું. મામલાની ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનામાં સામેલ તમામની અટકાયત કરાઈ હતી.

પાલીની સ્પે. પોસ્કો કોર્ટના સ્પેશિયલ જજ સચિન ગુપ્તા દ્વારા પોતાના ચુકાદામાં દુષ્કર્મ આચારનાર અને બાળકીને આરોપીના ઘરે બોલાવવામાં મદદ કરનાર રુચિતા ઉર્ફે રોશનાને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે ગર્ભપાત કરનાર ડો.ચિરાગ પરમાર (રહે. પાલનપુર ખીમાણા) આરોપી શંકરલાલ મેઘવાલ, દુષ્કર્મ આચરનારની પત્ની નતકી, અને માંગીલાલ મેઘવાલને પાંચ વર્ષની સજા ઉપરાંત અન્ય એક મદદગારી કરનાર સીતાદેવી નામની મહિલાને એક વર્ષની સજા સંભળાવાઇ હતી.