ગિરનારની ખીણમાંથી વૃદ્ધનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું

મધ્યપ્રદેશ ખાતેથી જૈન પરિવાર ગિરનાર પર્વત પર જૈન મંદિરે દર્શન કરવા આવેલ હોય ત્યારે તેમની સાથે રહેલા 70 વર્ષીય મદન મોહન મુરલીધર જૈન ગિરનાર પર્વત પર  તેમના પરિવારથી વિખુટા પડી ગયેલ હોય જેમની જાણ જુનાગઢ ભવનાથ પોલીસને કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમસી ચુડાસમા ફોરેસ્ટ વિભાગ તેમજ એસડીઆરએફ હોમગાર્ડ જવાન સહિતનાઓએ ગિરનાર પર્વત પર 300 ફૂટ ઉંડી ખીણમાથી જૈન પરિવારના 70 વર્ષીય મદનમોહન મુરલીધર જૈનનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેઓને જીવંત બહાર કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોએ પોલીસ વિભાગ તેમજ તંત્રનો આભાર વ્યક્ત કર્યો