બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં પ્રિ - મોન્સુન પ્લાનિંગની કરેલી જોરસોરથી ઝાહેરાતોના દાવા પોકળ સાબીત થયા હોય તેવા દ્રશ્યો નઝર સમક્ષ આવી રહ્યા છે. અને તંત્ર કામગીરીમાં નિષ્ફળ નિવડી રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષે ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર લાઈનોની સાફ સફાઈ કરાવવાની હોય છે. જેના માટે દર વર્ષે પ્રિ - મોન્સૂન પ્લાનિંગનું આયોજન થતું હોય છે, પરંતુ ડીસામાં આંખોલ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ હાઇવે ઓથોરિટીની ગટરો સાફ ન થતા ચોમાસાના પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહોવાથી સામાન્ય વરસાદ માંજ આખોલ ચાર રસ્તા પાસે વરસાદી પાણી ગટર લાઈન મારફતે નિકાલ થવાને બદલે દુકાનોમાં ઘૂસી જતા અંદાજે 60 થી પણ વધુ દુકાનમાં વરસાદી પાણી ઘુસી જતા દુકાનદારોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. દુકાનદારોના જણાવ્યા અનુસાર જ્યારે પણ પાણી ભરાય છે તેને ઓસરવામાં અઠવાડીયા થી પણ વધુ સમય લાગે છે. જ્યારે હાલ દુકાનદારોને કરોડો રૂપિયાનુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા ત્રણ હનુમાન મંદિર પાસે પિતૃકૃપા શોપિંગ ની આગળ છેલ્લા દોઢ વર્ષ કર્તાય વધુ સમયથી ગટર નું નાળુ ખુલ્લુ પડ્યુ છે, વારંવાર લેખિત ,મૌખોક રજૂઆતો લોકો અને નગરપાલિકા સદસ્યો દ્વારા કરાવામાં આવેલ છે, તેમ છતાં તંત્ર દ્વારા  કોઈપણ કામગીરી કરવામાં આવેલ નથી. જ્યારે સામાન્ય વરસાદ પડતા રોડ ઉપર ખુબજ પાણી ભરાતા સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી ના નગર પાલિકા સદસ્ય વિજય દવે ને ચાલુ વરસાદે બોલાવી આ સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. ચાલુ વરસાદમાં જો કોઈ અજાણ વાહન ચાલક અહીંથી પસાર થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. નગર સદસ્ય વિજય દવે જણાવ્યું  છે કે પાલિકા ના સત્તાધીશો અને હાઈવે ઓથોરિટીના સાહેબો પોતાના સ્વાર્થ માં જ રચ્યા પચ્યા છે ,તેમના માટે નાગરિકોના જીવ ની કોઈજ પરવા નથી, આ બાબતે સત્વરે નિરાકરણ થાય તે માટે કલેકટર શ્રી ને રજુઆત કરીશું.