ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વિશ્વ વંદનીય સંત મોરારીબાપુની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝોલ ખાતે યોજાયો હતો જેમાં યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિવિધ સ્નાતક તથા અનુસ્નાતક વિભાગના 44 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે 44 વિધાથીર્ઓ પૈકી હિન્દી વિષય પર 119 કોલેજમાં પ્રથમ ક્રમાક મેળવનાર વિરપુર તાલુકાની પાંટા ગામની વિધાર્થીની અસ્મિતા ભારતસિંહ પરમારને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અસ્મિતા પરમાર બાલાસિનોર ખાતે આવેલી કૉલેજમા અભ્યાસ કર્યો હતો જે 44 વિધાથીર્ઓ પૈકી હિન્દી વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવનાર અસ્મિતાને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ મોરારીબાપુના હસ્તે અસ્મિતા પરમારને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવતા વિરપુર બાલાસિનોર તાલુકા નું તેમજ જીલ્લાનુ ગૌરવ વધાર્યું હતું જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ નું ગૌરવ વધાર્યું હતું તેમજ ક્ષત્રિય સમાજ મા જીવન મા ભણતર ખૂબ મહત્વનું છે અને સમાજ ની દીકરીઓ તેમજ વળી હવે જુનવાણી વિચારો છોડી દીકરીઓ ને ભણાવવા લાગ્યા છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સમાજ મા આપ્યું છે...