અમીરગઢ તાલુકાના રબારીયા ગામે સોમવારે રાત્રે દાળ ઢોકળી આરોગ્ય બાદ એક જ પરિવારના છ સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે પાંચ જણની તબિયત લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમીરગઢ તાલુકાના રબારીયા ગામે રહેતા આદિવાસી પરિવારે સોમવારે રાત્રે ભોજનમાં દાળ ઢોકળી બનાવી હતી. જે આરોગ્યા બાદ પરિવારના છ સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમને ઝાડા ઉલટી થઈ થતાં અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પરિવારના મોતીભાઈ સમીરાભાઈ બુંબડીયા (ઉ.વ.28)નું મોત થયું હતું.

જ્યારે હલદીબેન મોતીભાઈ બુંબડીયા (ઉ.વ.26), શારદાબેન સમીરાભાઈ બુંબડીયા (ઉ.વ.19), પાંદરીબેન સોમીરભાઈ બુંબડીયા (ઉ.વ.51), પ્રતિજ્ઞાબેન અમરાભાઈ ચૌહાણ (ઉ.વ.15) અને વિકાશભાઈ અમરાભાઈ ચૌહાણ (ઉ.વ.11)ની તબિયત લથડતા ગંભીર હાલતમાં ચિત્રાસણી 108ના ઇ એમ ટી વિજયભાઈ શ્રીમાળી, પાયલટ ભવાનસિંહ તેમજ અમીરગઢ 108ના ઇએમટી ભાવિનભાઈ જે. લોઢા અને પાયલટ ચહેરાજી આર.સોલંકીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં તેમની તબિયત સુધારા પર છે.