સુરેન્દ્રનગર જિલ્લાના ફૂલગામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ગામમાં પાડોશમાં જ રહેતા બે પરિવારો વચ્ચે એક મહિના પહેલાં ગટરના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ આજે પણ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આરોપીએ ચપ્પા વડે ત્રણ લોકો પર હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.વઢવાણના ફૂલગામમાં ભોગ બનનાર પરિવાર અને આરોપીનો પરિવાર સામસામે રહે છે. એક મહિના પહેલાં બંને પરિવાર વચ્ચે ગટરના પ્રશ્ને બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આજે બપોરના સમયે ધર્મેન્દ્રભાઈ અને તેમનાં પત્ની દક્ષાબેન બહારથી આવ્યાં ત્યારે પાડોશમાં રહેતા અગરસંગ માતરણીયાએ ચપ્પા વડે બંને પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. ઘટનાના પગલે ધર્મેન્દ્રભાઈના પિતા હમીરભાઈ દોડી આવતા આરોપીએ તેની પણ હત્યા કરી હતી.વઢવાણના ફૂલગામમાં બનેલી ચકચારી ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. એસપીએ કહ્યું હતું કે, આરોપી અને ભોગ બનનારના પરિવારો પાડોશમાં જ રહે છે. એક મહિના પહેલાં ગટરના પ્રશ્ને ઝઘડો થયા બાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. આજે આરોપીએ ઉશ્કેરાઈ પિતા, પુત્ર અને પુત્રવધૂ પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. આરોપીની હથિયાર સાથે અટકાયત કરી લેવામાં આવી હોવાનું એસપીએ જણાવ્યું હતું.ફુલગામમાં ધર્મેન્દ્રભાઈ અને દક્ષાબેનની હત્યા કરી દેવાતા તેમના દસ વર્ષના પુત્ર અને સાત વર્ષની પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તો 70 વર્ષીય વૃદ્ધ માતા પર પતિ, પુત્ર અને પુત્રવધૂ ગુમાવવાનું દુઃખ આવી પડ્યું છે. મેમકીયા પરિવારના ત્રણ સભ્યોની હત્યાના કારણે પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं