મહુવા તાલુકા આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ પુના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોલમાં યોજવામાં આવી હતી.આઈ.સી.ડી.એસ ઘટક મહુવા 2 સેજો વલવાડા હેઠળ ભારતની પરંપરાગત ખેતી અને તેના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ અંતર્ગત મહુવા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ હાજર રહી તમામ સ્ટોલ અને વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું.ગામના સરપંચ સહિત ઉપસ્થિત તમામ મહેમાનો એ લીધેલ સ્ટોલની મુલાકાત દરમ્યાન વાનગીઓના સ્વાદ સાથે સજાવટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.