કડી: પોલીસે બાતમીના આધારે તાલુકાના બે અલગ અલગ ગામેથી કુલ 12 ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કડી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, કરણનગર અને દુધઈ ગામે કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખારાઈ કરીને બંને ગામોમાં રેડ કરી હતી અને જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 32,320નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
દુધઈ ગામે કુરેશીવાસમાં કેટલાક ઈસમો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને જુગાર રમતા મહમદભાઈ સિપાઈ , કરીમભાઈ રમુભાઈ સિપાઈ, હબીબભાઈ સિપાઈ, હુસેન કાળુભાઈ સિપાઈ, અક્રમ રહીમભાઈ સિપાઈ, લતીફ નાથુંભાઈ સિપાઈ, કરીમભાઈ ઉસ્માનભાઈ મલેક, આબિદ ભીખાભાઈ સિપાઈ, ઈસુબ અલ્લાહ ફકીર જાકીર મહંમદ ભાઈ સિપાઈ તમામ રહે ગામ દુધઈ ને કડી પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળ ઉપરથી રૂપિયા 18,500ની રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરાયો હતો.
કરણનગર ગામે ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલા ઈસમો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા અમૃતજી ઠાકોર અને ધરમ રાવળ બંને રહે કરણ નગર ની ધરપકડ કરી હતી. તેમજ સ્થળ ઉપરથી કડી પોલીસે રૂ. 12,820નો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.