રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે આણંદ બેઠક મંદિર પાસે આવેલ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી પ્રતિમાને સાંસદશ્રી મિતેષભાઈ પટેલે પુષ્પાંજલી અર્પણ કરી .

આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ શહેર સંગઠન પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, શ્રી અમિતભાઇ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી છાયાબેન ઝાલા, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.