બનાસકાંઠા જીલ્લામાં ડીસાના માલગઢ ગામે એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા પી ને  સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ થયો હોવાની ઘટનાની જાણ થતાં જ 108 તાત્કાલિક માલગઢ ખાતે પહોંચી હતી અને તમામ અસરગ્રસ્તને સારવાર માટે ડીસાની સીવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્તને વધુ સારવાર માટે પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જો કે પિતાએ પોતાના સંતાનો-માતા અને પોતે કયા કારણોસર દવા પીધી એ રહસ્ય હજી સુધી અંક બંધ છે. અસરગ્રસ્તોમાં ( નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ  પિતા - ઉં.વ .32 )  ( જગલબેન માલાભાઈ વાલ્મીકિ - દાદી ) ( સેજલ નગુભાઈ વાલ્મીકિ, પુત્રી - ઉં.વ .1 )  ( સાગર નગુભાઈ વાલ્મીકિ, પુત્ર - ઉં.વ .2 ) ( હિંમત નગુભાઈ વાલ્મીકિ,  પુત્ર - ઉં.વ .7 )  ( ધારિકા નગુભાઈ વાલ્મીકિ, પુત્રી - ઉં.વ .10 ) ( સચિનભાઈ નગુભાઈ વાલ્મીકિ, પુત્ર - ઉં.વ .11 ) ઉલ્લેખનીય છે કે ડીસાની સીવીલ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો તો મળી ગયો છે,! પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી,! જેમાં સુવિધાઓ નહોવાના કારણે  દર્દીઓને સારવાર માટે આગળ ખસેડવામાં આવે છે. ત્યારે ડીસાની સીવીલ હોસ્પિટલને  જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ તેમા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તોજ દરદીઓ ને પડતી મુસ્કેલીયો નો અંત આવશે.