છોટાઉદેપુર જિલ્લા શિક્ષણા અધિકારી કચેરી દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે જિલ્લાના શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
ગુરુપૂર્ણિમાના દિવસે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધકારીની કચેરી દ્વારા જિલ્લાની શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુની મહત્તાને સ્થાન આપતા વાર્ષિક સન્માન સમાંરંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રશંસનીય કામગીરી બદલ કર્મચારી ગણ તથા શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલય બોડેલી જિલ્લામાં અગ્રેસર રહી તે બદલ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લા ના શ્રેષ્ઠ આચાર્ય તરીકે ચિરાગ શાહ ,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે અનીલ પી સોની , માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કૌશિકભાઈ એન શાહ,તથા સરકારી માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નીરવ પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. ગુરુપૂર્ણિમા નો દિવસ શિક્ષણ આલમ માટે એક ઉત્સવ સમાન બની રહ્યો હતો. જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી ક્રિષ્નાબેન પાંચાણીએ ગુરુપૂર્ણિમાના આ અવસર વિશે ગુરૂજનનું મહત્વ સમજાવી ઉપરોક્ત સન્માનિત થયેલ શાળા-શિક્ષકો જે ખરેખર આ દિવસને સફળ બનાવવા તત્પર રહ્યા અને સફળતા પ્રાપ્ત કરી તે માટે અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરોક્ત સન્માનિત શાળા-શિક્ષકો માટે ચારે દિશાઓથી અભિનંદન તથા શુભેચ્છાઓ ની ગુંજ ઊઠી હતી. અંતે ખત્રી વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પી કે કડિયા સાહેબ દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.