આટકોટમાં આવેલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 24 કલાક દર્દી નારાયણની સેવામાં રહે છે. ત્યારે 3 મહિનાથી પેટમાં રહેલી 5 કિલોની ગાંઠની પીડાથી કણસતી મહિલાની વ્હારે કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આવી હતી. ઈમરજન્સીમાં ગાંઠનું સફળ ઓપરેશન કરીને તબીબોએ મહિલાને પીડામુક્ત કરતાં ચહેરા પર ખુશી ને દિલમાંથી આશિર્વાદ નીકળ્યાં હતાં.
36 વર્ષની મહિલા છેલ્લા 3 મહિનાથી પેટમાં ગાંઠ હોવાના લીધે પીડાઈ રહી હતી. ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. પરંતુ મહિલાને અને તેમના પરિવારને આ જટિલ ઓપરેશન હોવાથી જામનગર જવા માટે સલાહ આપવામાં આવતી હતી. ત્યાર બાદ આ મહિલા દર્દી માટે કે.ડી. પરવાડિયા હોસ્પિટલ આશાનું કિરણ બનીને આવી હતી. અહિં મહિલાના જરૂરી રિપોર્ટ થયા હતાં. બાદમાં ગાયનેક સર્જન ડોક્ટર રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો.જયદીપ સંઘાણી તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર એવી ઉર્જા સંગ્રહ ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાનું ઓપશન અતિ આધુનિક સાધનોની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. મહિલા દર્દીનું ઓપરેશન કરી આશરે પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ પીડા મુક્ત થયેલી મહિલા દર્દી અને તેમના પરિવારના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળી હતી. સાથે જ તેમામે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.