બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરમાં લાટી બજાર વિસ્તારમાં અગરબત્તીની ફેક્ટરીમાં વહેલી સવારે આસરે પાંચ વાગ્યાના આસ પાસ આગ લાગી હતી. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમા ડીસા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર, પાણીના ટેંકરો, લોડર છોટા હાથી, 2 જે.સી.બી અને ટ્રેકટર સહીત કાફલો કામે લાગ્યો હતો. પરંતુ આગ વધુ હોય પાલનપુર, થરાદ, અને ધાનેરા થી પણ ફાયર ફાઈટર બોલાવવા પડ્યા ત્યારે અંદાજે સાત કલ્લાકની ભારે જહેમત બાદ  આગ પર કાબુ મેળવ્યો હતો. જે દર્મીયાન નગરપાલિકા, પોલીસ, અને યુ.જી.વી.સી.એલ નો સ્ટાફ સતત હાજર રહ્યો હતો. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાંણી શકાયુ નથી. પરંતુ કારખાનાના માલિકને પુંછપરછ કરતા તમણે અંદાજીત 15 લાખ થી વધુ નૂકશાન હોવાનુ અનુમાન જણાવ્યુ હતુ.