મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક લાકડાની ટ્રેક્ટરોમા ખીચોખીચ ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર ઉંગતું હશે કે પછી તંત્રની મહેરબાની હશે તે એક વિચારવા જેવો સવાલ છે, પર્યાવરણને હાની પહોંચાડવા પાછળ જવાદાર કોણ ? વીરપુર તાલુકામાથી રોજબરોજ અસંખ્ય ટ્રેક્ટરો ખીચોખીચ ભરીને પસાર થતા હોય ત્યારે તંત્ર આંખ આગળ આડા કાન કરતુ હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઈ છે , સરકાર દ્વારા વૃક્ષ વાવો વરસાદ લાવોના અભિગમ સાથે પર્યાવરણ બચાવોના નારા સાથે અભિયાન ચલાવી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ રોજબરોજ રાત દિવસ ટ્રેક્ટરો લાકડા ભરી પરિવહન કરી રહ્યા છે, અને વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ રોજબરોજ નિકંદન નીકળી રહ્યું છે , ફોરેસ્ટના અધિકારીઓ લાકડા ભરેલા ટ્રેક્ટરોના અવરજવર અને હેરાફેરીથી અજાણ હશે? , કે પછી ફોરેસ્ટ વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે...