કડી પંથકમાં તસ્કરો પોલીસને જાણે ચેલેન્જ આપી કહી રહ્યા છે રોક શકો તો રોક લો. કડી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને ચોરીના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ પથંકમાં તસ્કરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના નાનીકડી રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે રસોઈનો વ્યવસાય કરતાં આધેડનું પાર્ક કરેલું બાઈક ચોરાયું હતું. કડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવા પામી હતી.
કડીના કુંડાળ ગામના વતની કનુભાઈ પ્રજાપતિ હોન્ડા કંપનીનું બાઈક લઇ જકાતનાકા પાસે આવેલ રીધમ હોસ્પિટલમાં પ્રોગ્રામ હોય તેઓને રસોઈનો ઓર્ડર હતો તે માટે તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા. રસોઈની ચીજવસ્તુ લેવા માટે બાઈક લઇ તેઓ ગયા હતા અને લઈને તેઓ હેપ્પી પાર્લરની પાછળ બાઈક પાર્ક કર્યું હતું. તેઓ હોસ્પિટલમાં ગયા હતા અને પ્રોગ્રામનો ઓર્ડર પતાવીને તેઓ પોતાના બાઇક પાસે આવતા ગણતરીના કલાકોમાં તેઓનું બાઈક ગુમ થઈ ગયું હતું. જ્યાં તેઓએ આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ બાઈક ના મળતા તેઓને માલુમ થયું હતું કે, તેઓનું બાઈક ચોરાઈ ગયું છે અને તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.