લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેથી ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએ આ સાત વ્યક્તિઓને જે.સી.બી.ની મદદથી રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની કફોડી સ્થિતિ સર્જાઇ છે. ચૂડા પંથકના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ બન્યા છે. જ્યારે નદી નાળાઓ છલકાવવાની સાથે અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે. એવામાં લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએઆ સાત વ્યક્તિઓને જે.સી.બી. લઈને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે લીંબડીની નદીમાં નવા નીર આવતા લીંબડી જગદીશ આશ્રમ રોડ પાસે આવેલી નદીના પટમાં બેઠો કોઝવે રોડ જે લીંબડીથી પાંદરી, કારોલ, રાણપુર બાજુએ જોડતો રોડ છે. તેમાં હાલમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેથી લીંબડી કે.ડી સોલંકી મામલતદાર તેમજ લીંબડી પી.એસ.આઈ. જાડેજા અને પોલીસ ટીમ સહિતના અધિકારીઓએ તાકીદે સ્થળ ઉપર મુલાકાત લઈને પરિસ્થિતિ જોઈને હાલ તે બન્ને સાઈડ ઉપર રસ્તો બંધ કરાવ્યો છે.