વઢવાણ તાલુકાના વડોદ ગામના નિરાંતબેનના પ્રથમ લગ્ન ભીમડાદ ગામે અનિરૂદ્ધસિંહ ડોડીયા સાથે 2011માં થયા હતા. જેના થકી શિવરાજસિંહ નામનો પુત્ર થયો હતો. પ્રથમ પતિ સાથે મનમેળ ન રહેતા રાજીખુશીથી છુટાછેડા લઈ નિરાંતબેને 2019માં કુંડલા ગામે કરણસિંહ બાબુભાઈ પરમાર સાથે લગ્ન કર્યા હતા. અને 12વર્ષના દિકરાને પિયરમાં મુકી સંસાર શરૂ કર્યો હતો. થોડા સમય પછી સાસુ-સસરા-પતિ દ્વારા શારીરીક માનસીક ત્રાસ શરૂ થયો હતો. બાજુમાં રહેતા જેઠ-જેઠાણી સહીતના સાસરીયાઓ પણ નિરાંતબેન સાથે બોલાચાલી કરી ત્રાસ આપતા હતા. પતિ મારકુટ કરતો હતો.2022માં નિરાંતબેન પ્રથમ પતિ થકી થયેલ પુત્ર શિવરાજસિંહને લઈ આવતા, અને ચુડા શાળામાં અભ્યાસ માટે મુકતા તે બાબતે પણ ઝઘડો થવા લાગ્યો હતો. તારા દિકરાને ભણાવવો હોય તો તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી બોલાચાલી કરાતી હતી. શાકભાજી લેવા બહાર નીકળતા સસરાએ બહાર નીકળવાનુ નહી નહીતર ટાંટીયા ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી. પતિએ દિવાલ સાથે માથુ ભટકાડી મારપીટ કરી હતી. આખરે કંટાળેલા નિરાંતબેને પોતાના ભાઈને ફોન કરી તેડી જવાનુ કહેતા ભાઈ પિયર લઈ આવ્યા બાદ નિરાંતબેને પતિ કરણસિંહ બાબુભાઈ પરમાર, સાસુ હીરાબા, સસરા બાબુભાઈ, કૌટુંબીક જેઠ રણજીતભાઈ ઓઘડભાઈ પરમાર, જેઠાણી જામુબેન, જેઠ ભીખાભાઈ અને જેઠાણી મનીષાબા ભત્રીજો લાલાભાઈ, વિક્રમભાઈ વિગેરે સહીત નવ વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं