ધ્રાંગધ્રા શહેરના સૈનિક સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરાને સુરજ મુકેશભાઈ સોલંકી રાવળદેવ નામનો યુવક લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો અને 4 મહિનાઓથી ફરાર હતો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા સીટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં શરીર સંબંધીત તથા મહિલા અત્યાચારોના ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે ત્યારે સીટી પીઆઈ જે.એસ.ઝામ્બરેના સૂચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસનાં યુવાન કોન્સ્ટેબલ અશોકકુમાર શેખવાંને મળેલ ચોક્કસ બાતમી આધારે યુવક મોરબી વિસ્તારમાં રહેતો હોવાની વિગતો બાદ એક સીટી પોલીસ હેડ કોસ્ટેબલ એસ.એસ મકરાણી, અશોકભાઇ શેખવા, યુવરાજસિંહ સોલંકી, નિલેશભાઈ પિત્રોડા, પ્રતાપસિંહ રાઠોડ તથા મહીલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર સહિત ટીમ મોરબી રવાના થઇ હતી.જેમાં વોચ ગોઠવી પોસ્કો એક્ટ હેઠળના આરોપી સુરજ ને પકડી પાડી ઉમદા કામગીરી કરી બતાડી હતી. જો કે હાલ આરોપીને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હમણાં થોડા સમયથી નાસતા ભાગતા કે પોલીસ ચોપડે ગુન્હો બોલતો હોય તેવાં તમામ અસામાજિક તત્વોને પકડવામાં ધ્રાંગધ્રા પોલીસ સફળ રહેતા ગુનેગારોમાં પણ એક ધાક બેસી જવા પામી છે.