મહેસાણા LCB ટીમે 24 કલાક અંદર વધુ એક વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી છે. પોલીસ કર્મીઓ મોઢેરા તાલુકા પોલીસ હદમાં આવતા મોટપ ગામ પાસે પેટ્રોલીગ પર હતા, એ દરમિયાન નમ્બર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડી આવતા તેની તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાડીમાં તપાસ કરતા રાઠોડ સુમિત સિંહ અને ઝાલા યુવરાજ સિંહ ઝડપાઇ ગયા હતા. ગાડીમાંથી પોલીસે કુલ 1128 વિદેશી દારૂ અને બિયર બોટલ કબ્જે કરી હતી. તેમજ સ્વીફ્ટ ગાડી મળી કુલ 5,69,840 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
LCB ટીમે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા રબારી લક્ષમણ ભાઈ વિરમજી એ દારૂ મોકલ્યો હતો અને દારૂ મગુનામાં રહેતા સોલંકી કલ્પેશસિંહ કીર્તિસિંહને આપવાનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે કુલ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે
બીજી રેડમાં મહેસાણા LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, GJ 06 AU 9675 નંબરના પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી ગાડી ચાલક મહેસાણા થઈ ગાંધીનગર જવાનો છે. જે બાતમી મળતા પોલીસે સોમનાથ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન પીકઅપ ડાલું આવતા પોલીસે માનવ આશ્રમ જીલ કોમ્પલેક્ષ પાસે રોકવી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગાડી માંથી દારૂ ઝડપી પાડ્યો હતો. જેથી ચાલક શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીને ઝડપી લીધો હતો.
LCB ટીમે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, વિદેશી દારૂનો જથ્થો શ્રવણ સીંગ પરમાર ભરી આપ્યો હોવાનું ડ્રાઇવરે કબુલાત કરી હતી. આ વિદેશી દારૂ બાલવા ચોકડી કૌશલસિંહ રઘુસિંહ વાઘેલાને આપવાનો હોવાનું સામે આવ્યું હતું, સમગ્ર મામલે પોલીસે અલગ- અલગ કુલ 309 બોટલ કિંમત 1,35,690, બિયર ટીન પેટી નંગ 9 કિંમત 25,920, પીકઅપ ડાલું કિંમત 4 લાખ, એક ફોન કિંમત 5,000, રોકડા 900 મળી કુલ 5,67,510નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. સમગ્ર કેસમાં મહેસાણા LCB ટીમે (1)શાહિદખાન અનવર ખાન અમાનતઅલી, સિરોહી, (2)કૌશલ સિંહ રઘુસિંહ વાઘેલા,લીંબોદરા (3) શ્રવણસિંહ પરમાર ,સિરોહી વાળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.