ડીસા માં એક પરિણીત મહિલાને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે..

મહિલાના પતિને નોકરી અપાવવાના બહાને અપહરણ કરી રાજસ્થાન સહિત અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરનાર પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે..

ડીસા ની ઓમકાર સોસાયટી માં રહેતી એક પરિણીત મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, જેમાં આ મહિલાના પતિને નોકરી ની જરૂર હતી, તે સમયે આ મહિલા પડોશમાં રહેતા કેતન લીમ્બાચીયા નામના શખ્સ ના સંપર્કમાં આવી હતી અને કેતન લીંબાચીયાએ તેને મોટા માણસો સાથે ઓળખાણ હોવાનું જણાવ્યું હતું, જેથી બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી, બાદમાં ત્રણ મહિના અગાઉ આ યુવકે તેના પતિને નોકરી મળી ગઈ છે, માટે એકવાર રૂબરૂ આવવું પડશે તેમ કહી મહિલાને સોસાયટી બહાર બોલાવી હતી અને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી ડીસામાં તેના એક મિત્રના ઘરે લઈ જઈ રૂમમાં પૂરી રાખી હતી..

ત્યાર બાદ બીજા દિવસે કેતન લીમ્બાચીયા એ આ મહિલાને બળ જબરીપૂર્વક ગાડીમાં બેસાડી રાજસ્થાન તેના એક મિત્રના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેને જબરજસ્તીથી વારંવાર દારૂ પીવડાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારતો હતો, ત્યાર બાદ કેતન તેને કુશકલ ગામે લાવી મહિલાને ઘરમાં પૂરી રાખતો હતો, તે દરમિયાન મહિલાના હાથમાં મોબાઈલ આપતા તેણે ઇન્સ્ટાગ્રામ મારફ તે તેના પતિનો સંપર્ક કર્યો હતો, જેથી તેના પતિ સહિત પોલીસ કુશકલ ગામે પહોંચી મહિલાને આ યુવક ના ચૂંગલમાંથી છોડાવી હતી, જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..